માત્ર 6 કલાકના અંતરાલમાં ઉચ્ચ તીવ્રતાના ત્રણ ભયાનક ભૂકંપના આંચકાઓએ ન્યુઝીલેન્ડ વાસીઓનાં જીવ અધ્ધર કરી દીધા.
સૌપ્રથમ આજ મધ્ય રાત્રીના 2.27 વાગ્યે 7.3 ની તીવ્રતાના ભૂકંપે ન્યૂઝીલેન્ડના નોર્થલેન્ડ વિસ્તારના લોકોને ઊંઘમાંથી સફાળા જગાડી દીધાં. ભૂકંપના આંચકા અનુભવતા હજારો લોકો ઘરની બહાર દોડી આવ્યા. ત્યાર બાદ વહેલી સવારના 6.41 વાગ્યે અને 8.28 વાગ્યે અનુક્રમે 7.4 મેગ્નીટ્યૂડ અને 8.1 મેગ્નીટ્યૂડના ભૂકંપના ઝાટકા અનુભવાયા. જેને પગલે નોર્થલેન્ડ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
દેશના ઉત્તર ભાગમાં આવેલા ધરતીકંપના ભારે ભુકંપના પગલે દરિયાકાંઠાના વિસ્તારના નાગરિકોને ઉંચાણ વાળી જમીન અથવા અંતરિયાળ વિસ્તારમાં સ્થળાંતર કરવા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવેલ છે. ઉપરાંત ઓકલેન્ડ , વેલિંગટન જેવા શહેરના નાગરિકોને સરકાર દ્વારા સાવચેત રહેવા સૂચના આપવમાં આવેલ છે.