પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ર્ડને જણાવ્યું હતું કે સતત 5 દિવસ સુધી કોઈ નવા કેસ નથી આવ્યા જે “સારા સમાચાર છે.” ઉપરાંત લોકોને સામાજિક અંતર જાળવવા માટે પણ અનુરોધ કર્યો.
સતત પાંચ દિવસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કોઈ કેસ નહીં આવ્યાના કારણોસર આર્ડર્ને પરિવર્તનની જાહેરાત કરેલ છે. ન્યૂઝીલેન્ડના અન્ય શહેરો લેવલ 1 પર જશે.
પ્રેસવાર્તા દરમ્યાન દેશના પ્રધાનમંત્રીએ સંકેતાત્મક રૂપે જણાવ્યું કે આગામી સપ્તાહમાં તેઓ કોવિડ-19 નો સામનો કરવા તથા નાથવા માટેની સરકારની વ્યૂહરચના રજૂ કરશે.
ઓકલેન્ડ રવિવારે સવારે 6 વાગ્યે લેવલ 2 પર જશે અને એક સપ્તાહ માટે તે જ સ્થિતિમાં રહેવાની સંભાવના છે. ભવિષ્યમાં કેબિનેટની સમીક્ષાને આધારે લેવલ 1 માટે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઇન ડે ક્લસ્ટરના સંબંધિત ઓકલેન્ડમાં, 50000 થી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો તથા ચર્ચ માં 100 થી વધુ વ્યક્તિઓ પ્રતિબંધિત રહેશે.